આજના ડીજીટલ યુગમાં ટીવી સીરીયલોના કારણે બાળકો ઘણીવાર અજાણતામાં કેટલીક ગુનાહિત પ્રવૃત્તિ અને અખતરાને કારણે કેટલાય બાળકો પોતાનો જીવ ગુમાવતા હોવાની ઘટના અવારનવાર બનતી હોય છે. તેવીજ ઘટના રાજકોટ શહેરમાં ઘટી છે. રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તાર નજીક રહેતી અને ધો.૫ માં અભ્યાસ કરતી માત્ર ૧૦ વર્ષની કિશોરીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં તેનાં પરિવારજનો ભારે આઘાત લાગ્યો હતો. તેની પિતરાઇ બહેનના જણાવ્યા અનુસાર, બહેન ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી સિરિયલ જોતી હોવાથી તેમાંથી આપઘાત કરવાનું શીખી હશે.
બાળકીનાં પરિવારજનોના જણાવ્યા અનુસાર, માતા-પિતા ગઇકાલે ધાર્મિક પ્રસંગમાં જમવા ગયાં હતા તે સમયે બંને બહેનો ઘરમાં એકલી હતી. આ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી. ત્યારે ઉપરના રૂમમાં એકલી રહેલી નાની બહેને હૂકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મળેલ માહિતી અનુસર સૌ પહેલા બાળકીએ સોફા પર ઊભા રહી આત્મહત્યા કરવા કોશિશ કરી હતી, પરંતુ એમાં જીવ ન ફાવતાં તેણે સેટી પર ખુરશી મૂકી હૂક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી.
મૃતક બાળકીની પિતરાઈ બહેનના જણાવ્યા અનુસાર,તેની બહેન રોજ ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરિયલ જોઈને આપઘાત કરવાનું શીખી હોય તેવું સામે આવ્યું છે.જોકે કિશોરીએ શા કારણે આપઘાત કર્યો તેનું કારણ હાલ અકબંધ છે. અને બાળકીના આપઘાતથી તેના પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર,જે બાળકીએ આપઘાત કર્યો તે બાળકી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. બાળકીના પિતા છૂટક મજુરી કરે છે. ગઇકાલે સવારે પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં પ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. ત્યારે બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો બપોરે પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખોલતાં પાછળના ભાગે જઈ બારીમાંથી જોતાં પુત્રી લટકતી જોવા મળી હતી, જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તાત્કાલિક નજીકની સરકારી હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.