સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે યુએફબીયુએ હડતાળ કરવાનું એલાન કર્યું છે
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે યુએફબીયુએ હડતાળ કરવાનું એલાન કર્યું છે. નોંધનીય છે કે, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ બેંકોના 9 યુનિયન આવે છે. આ હડતાળથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
દેશભરના સરકારી બેંક કર્મચારીઓએ 2 દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. અને ત્યાર બાદ રવિવારે સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે.
આ અઠવાડિયાના બાકી રહેલા 4 દિવસ બેન્ક બંધ છે જેમાં શનિવારે શિલોંગ ખાતે બેંક બંધ રહેશે. રિઝર્વ બેંકના કેલેન્ડર પ્રમાણે ત્યાં 18 ડિસેમ્બર શનિવારે ઉ સોસો થામની ડેથ એનિવર્સરીના કારણે બેન્કોમાં કામ નહીં થાય જ્યારે દેશભરમાં 16, 17 અને 19 ડિસેમ્બરે બેંક બંધ છે.