પબજીનો ક્રેઝ: પુત્રએ અપહરણનું નાટક કરી માતા-પિતા પાસે પૈસા માંગ્યા

ઓનલાઇન રમાતી પબજીની ગેમ માટે બાળકોમાં જબરજસ્ત ક્રેઝ છે, ફક્ત બાળકો જ નહીં પરંતુ યુવાનો પણ કલાકો સુધી આ રમત પાછળ પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. જો કે કેટલાંક બાળકોમાં આ ગેમની ખરાબ લત લાગી ગઇ હોવાનું પણ જોવા મળ્યું છે, કેમ કે છત્તીસગઢમાં તાજેતરમાં જ આવો એક કિસ્સો નોંધાયો હતો.

19 વર્ષના એક છોકરાને પબજીની એવી લત લાગી ગઇ હતી કે તેણે પોતાનું જ અપહરણ થઇ ગયું છે એવી એક કહાની ઉભી કરી દીધી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયા ત્યારે પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી, અને આ છોકરાની આ હરકત જોઇને પોલીસ પણ દંગ રહી ગઇ હતી.

છત્તીસગઢના પબ્લિક રિલેશન કમિશ્નર દીપાંશુ કાબરાએ એક ફોટો ટ્વિટ કર્યો હતો. આ ફોટો એ જ છોકરાનો હતો જેણે પબજીના ચક્કરમાં પોતાનું અપહરણ થયું હોવાનું નાટક રચ્યું હતું. આઇપીએસ અધિકારીના કહેવા મુજબ આ ઘટના રાજ્યના બિલાસપુર જિલ્લાની છે.

19 વર્ષના તે છોકરો એક મજબૂત દોરડા વડે પોતાના હાથ-પગ બાંધી દીધા હોય એવો એક ફોટો લીધો અને પોતાના માતા-પિતાને બતાવ્યો, તે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે તેનું અપહરણ થઇ ગયું છે.

તે ઉપરાંત તેણે તેના માતા-પિતાને એમ પણ કહ્યું હતું કે તેને છોડી દેવા માટે અપહરણકર્તાઓએ રૂ. 4 લાખની રકમની પણ માંગણી કરી છે.  પોતાના વ્હાલસોયા પુત્રનો ફોટો જોઇને માતા-પિતા ખુબ જ ચિંતામાં પડી ગયા હતા, કેમ કે તેમના પુત્રના હાથ-પગ દોરડા વડે બાંધી દેવાયા હતા અને તેના મ્હોં ઉપર પટ્ટી બાંધી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *