અમદાવાદમાં ઢોર રસ્તે રઝળતા હશે તો પોલીસ FIR ; પહેલી વાર “નો-કેટલ ઝોન”

રાજ્યમાં પહેલી વાર અમદાવાદમાં પોલીસે “નો-કેટલ ઝોન” જાહેર કર્યો છે. શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા છે.

જેમાં આશ્રમ રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, ઉસ્માનપુરા, એલીસબ્રિજ, ગુલબાઈ ટેકરા, લો ગાર્ડન અને નારણપુરા સહિતના વિસ્તારોને સાંકળતા વિસ્તારમાં નો-કેટલ ઝોન જાહેરનામું શનિવાર રાતે 12 વાગ્યાથી અમલી બની ચૂક્યું છે. આ વિસ્તારમાં ઢોર રસ્તે રઝળતા હશે તો પોલીસ એફઆઈઆર કરશે. ઢોરને રસ્તા ઉપર  છૂટા મુકવાથી અકસ્માત, ટ્રાફિક ન્યૂસન્સ, ગંદકી અને પ્લાન્ટેશનને નુકસાન જેવી સમસ્યા સર્જાય છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તા. 18ના રોજ જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, જાહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ કેટલાક સમયથી વધી ગયો છે. ભૂતકાળમાં આ પ્રકારે રખડતા ઢોરને કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ નિજપ્યા છે. રખડતા ઢોરના કારણે લોકોમાં ત્રાસ, ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ પ્રકારના ભય અને ત્રાસને દૂર કરવા અને ઢોરને રખડતા કરવાની પ્રવતિને કાબુમાં લઈ માર્ગ અકસ્માત નિવારવા કાયમી નિરાકરણ લાવવું પણ જરૂરી છે.

અમદાવાદ શહેર હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરના માલિક ગોપાલકોએ 60 દિવસમાં તમામ ઢોરને મ્યુનિ. લગાડવામાં આવનાર ટેપ તથા ચીપ લગાવેલા ઢોરની માલિકી બદલાય તો તેની જાણ કરવાની રહે છે. એ જ રીતે ઢોરનું મરણ થાય તો તેની જાણ પણ તેના માલિકે મ્યુનિ.ને કરવાની રહે છે તેવા જાહેરનામા અમલમાં છે. અમદાવાદમાં જાહેર સૃથળો તેમજ રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયેલો છે.

રખડતા પશુના કારણે વાહનચાલકો, બાળકો, વૃધૃધોને શિંગડું મારવાથી નુકસાન થવાના બનાવો, ગંદકી, ભયજનક વાતાવરણ ઉભું કરવા, ટ્રાફિક ન્યુસન્સ અને ફૂલછોડ, પ્લાન્ટેશનને નુકસાનથી ગ્રીન-પેચ ડેવલપમેન્ટમાં મુશ્કેલી ઉભી થાય છે. આબાબતોને ધ્યાનમાં લઈને પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડના નીચે જણાવેલા વિસ્તારોને કેટલ ફ્રી એરિયા, નો-કેટલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

નો કેટલ ઝોનમાં ઉસ્માનપુરા નિધી હોસ્ટલ સામેથી સમાંતર ગાંધીબ્રીજ, નહેરૂબ્રીજથી વિવેકાનંદ બ્રીજ સુધીનો પશ્ચિમ રિવરફ્રન્ટ રોડથી શહેરી રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારમાં ટાઉન હોલ પાંચ રસ્તા, માદલપુર ગરનાળાથી પરીમર ગાર્ડન ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, ગુલબાઈ ટેકરા રોડથી પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તાથી સેપ્ટ યુનિ, દાદા સાહેબ પગલા ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, દર્પણ પાંચ રસ્તા, નવરંગ છ રસ્તા, સરદાર પટેલ બાવલા ચાર રસ્તાથી રેલવે લાઈન થઈ આશ્રમ રોડ ક્રોસ કરી રિવરફ્રન્ટ સુધીનો વિસ્તાર. નો-કેટલ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમથી પરીમલ ગાર્ડન સુધીનો સીજી રોડ, સ્ટેડીયમથી ઈનકમટેક્સ સુધીનો આશ્રમ રોડ થઈ રિવરફ્રન્ટ રોડ સામેલ કરાયો છે.

આ વિસ્તારોમાં પશુપાલક કે પશુના માલિક પોતાનું પશુ જાહેરમાં રખડતું મુકશે તો પોલીસ હવેથી મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સંકલનમાં રહી જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી કરશે. તા. 19ના રાતે 12 કલાકથી બીજો હૂકમ ન થાય ત્યાં સુધી નો કેટલ ઝોનનું જાહેરનામું અમલમાં રહેશે. પોલીસનું કહેવું છે કે, શહેરના રસ્તાઓ પર નિરકુંશ બનેલા ઢોરના ત્રાસના નિવારણ માટે ગુજરાતમાં પહેલી વાર આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *