કેરળ માં રાજકીય હત્યાઓ નો સિલસિલો ચાલુ છે. શનિવારે પોલીસે કહ્યું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા અને ભારતીય જનતા પાર્ટી ના બે નેતાઓની કથિત રીતે હત્યા કરવામાં આવી છે. આ હત્યા અલપ્પુઝા માં થઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બીજેપી નેતાની હત્યાના મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી કેટલાક આ કેસમાં સીધા સંડોવાયેલા હોવાની આશંકા છે.
એક પછી એક રાજકીય હત્યાઓને પગલે જિલ્લામાં તંગદિલીનો માહોલ છે અને આગળ વધુ કોઈ અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારી જિલ્લામાં પહોંચી ગયા છે. 12 કલાકથી ઓછા સમયમાં બે રાજકીય હત્યાઓએ રાજ્યને હચમચાવી નાખ્યું છે અને જિલ્લામાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
SDPIના રાજ્ય સચિવ 38 વર્ષીય શાન કેએસ અને બીજેપી ઓબીસી મોરચાના નેતા રણજીત શ્રીનિવાસન ની હત્યા કરવામાં આવી છે