ગોધરામાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ૩૨૧૧ બોટલો સાથે ૯.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે શકશોની અટકાયત કરી હતી. ગોધરા તાલુકાના PI, PSI સહિત પોલીસ ટીમે બાતમીના આધારે ગોધરા તાલુકાના ચંચેલાવ ગામે થી શંકાસ્પદ હાલતમાં નીકળેલી વડોદરાની ખાનગી ટ્રાવેલ્સ બસની આંતરિક રીતે સઘન તપાસ કરવામાં આવી હતી જેમાં ટ્રાવેલ્સ બસના આજુબાજુ માં આવેલ સીટના વચ્ચેના ભાગમાં ચોરખાના માંથી વિદેશી દારૂની ૩૨૧૧ બોટલ મળી આવી હતી.
ગોધરા તાલુકા પોલીસે વિદેશી દારૂ અને ખાનગી ટ્રાવેલ્સ બસ સહિત કુલ ૯.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ઉદેપુરના ૨ આરોપીઓની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ ની ૩૧ મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની બોર્ડર પરથી લવાતા દારૂ અંગે પ્રોહીબીશનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને ગઈકાલે ગોધરા તાલુકા પોલીસ PI એમ કે ખાંટ અને રીડર બ્રાન્ચ PSI પી. એન. સિંઘ એ ગોધરા તાલુકાના ચંચેલાવ ગામે વોચ ગોઠવી હતી ત્યારે એક ખાનગી ટ્રાવેલ્સ બસને આંતરી ને સઘન તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂ ભરેલો હોવાનું જાણવા મળતા પોલીસે ખાનગી ટ્રાવેલ્સને ગોધરા તાલુકા પોલીસ મથકે લાવી વધારે તપાસ હાથ ધરતા ખાનગી ટ્રાવેલ્સ બસના બન્ને બાજુ નાં બેસવાની સીટ વચ્ચેનાં ચાલવાનાં ભાગે ચોરખાનું બનાવાયું હતું. ખાનગી ટ્રાવેલ્સના ચાલક કિશનલાલ લોગરલાલ ચૌહાણ/મેઘવાલ ગામ કરડા, ગોબુન્દા, ઉદેપુર, રાજસ્થાન અને કાલુલાલ ભુરાજી મેઘવાલ, ગામ. સડદા, ગોબુંદા, ઉદેપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિદેશી દારૂનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.