ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા ત્યારે ઘણી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. ઘણા એવા પરિણામો છે,જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. પત્નીએ પણ વોટ ના આપતા આખરે ઉમેદવાર રોઈ પડ્યો હતો. કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર- જીતનો ફેંસલો થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહિવત મળી રહ્યા છે. આથી નહિવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પરિણામના કેટલાક કિસ્સા ઉમેદવારોનું ગૌરવ વધારનારા તો કેટલાક કિસ્સા ઉમેદવારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેનારા હોય છે.
આ પરિણામોમાં એક સૌથી અજીબોગરીબ કિસ્સો વાપી તાલુકાની છરાવાળા ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે. વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર ૧ જ મત મળ્યો છે. ૧૨ સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતો.
છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર. ૫ માં સભ્ય તરીકે સંતોષભાઈ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષભાઈના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મત મળ્યો છે અને પોતાની પત્નીએ પણ વોટ ના આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં ધ્રુશ્કે ને ધ્રુશ્કે રોઈ પડ્યો હતો.