રાજ્યના વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! ; રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ

હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી હતી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હોવાનો દાવો હતો. જેના પગલે હવે પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વોટ્સએપ પર ફરતું થયું હતું.

વોટ્સએપ ગ્રુપમાં પેપર લીક થયુ 

મળતી માહિતી પ્રમાણે, ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ-3ની પરીક્ષા અત્યારે ચાલી રહી છે. પરીક્ષા નિયામક કાયમી નહી હોવાથી લાયબ્રેરીયનને પરીક્ષાનો વિભાગનો હવાલો સોંપવામાં આવ્યા હતો. આમઆદમી પાર્ટીના આગેવાનોએ બીકોમ-3ની પરીક્ષાનું પેપર 10થી 12.30 દરમિયાન પુરૂ થયા બાદ બપોરે 2 વાગ્યે કુલપતિને રૂબરૂ મળી પ્રશ્ન પેપરની નકલ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

કુલપતિએ શું કહ્યુ હતુ?

આ અંગે કુલપતિ પ્રો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પેપર 10થી 12.30 દરમિયાન લેવાયુ હતું. મને ફરિયાદ 2 વાગ્યે મળી હોવા છતાં યુનિ. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોટસઅપમાં જે પ્રશ્નપત્ર વિદ્યાર્થીને મળ્યું છે તે ફોન ઉપાડતો નહી હોવાથી વધુ વિગતો જાણવા મળી નથી.

આ પરીક્ષા સાથે 58,000 વિદ્યાર્થીઓનું ભાવિ જોડાયેલું છે. તેવા કેસમાં પેપર લીકની ઘટના ગંભીર છે. તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *