23 ડિસેમ્બરના રોજ જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો હતો. જ્યાં ૨૮ તાલીમાર્થી વિદ્યાર્થીઓ પર ૧૫ સીનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે રેગિંગનો મામલો સામે આવતા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.
આ ઘટના અંગે એન્ટી રેગિંગ કમિટીને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. તો તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને સીનિયર વિદ્યાર્થીઓને નિવેદન માટે કમિટીએ બોલાવ્યા હતા. ત્યારે હવે આ ઘટનાની તપાસમાં જવાબદાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
૬ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી ડિટેન કરવામાં આવશે. જ્યારે અન્ય સામે પણ પગલાં લેવામાં આવશે. તપાસ દરમિયાન 40 જેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા હતા