અમદાવાદના ઇસનપુર ચંડોળા તળાવ પાસે બંગાળી વાસમાં પતિએ ગળુ દબાવીને પત્નીની હત્યા કરી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે હત્યારા પતિની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી પતિએ ત્રણ મહિલા સાથે લગ્ન કર્યા હતા, બે પત્ની વતનમાં રહેતી અને ત્રીજી મૃતક પત્ની અમદાવાદ રહેતી હતી. મૃતક પત્નીના નામે કોલકત્તામાં મકાન હતું જે મકાન પોતાના નામે કરવા માટે પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી. જેથી ઉશ્કેરાઇને પતિએ તાવિજના ચાંદીના દોરાથી ટૂંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
બે પત્ની પશ્ચિમ બંગાળમાં ત્રીજી ચંડાળામાં રહેતી હતી મૃતક પત્નીનું કોલકત્તાનું મકાન પોતાના નામે કરવા તકરાર થઇ હતી
આ કેસની વિગત એવી છે, ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બંગાળીવાસમાં રહેતા અલીમા ઉર્ફે મેરીના ( ઉ.વ.૪૦)ની હત્યા પતિ કમરુદ્દીન અબ્દુલરઝાકભાઇ શેખે કરી હતી. શનિવારે પતિ પત્ની વચ્ચે કોલકત્તામાં આવેલા મકાન બાબકે તકરાર થઇ હતી. જે મકાન પત્નીના નામે હતું તે પોતાના નામે કરવા માટે પતિ -પત્ની વચ્ચે તકરાર થઇ હતી, જેથી આવેશમાં આવીને પતિએ તાવિજના ચાંદીના દોરા વડેપત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પતિ ફરાર થઇ ગયો હતો.
આ બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને પોલીસે મહિલાની લાશને પીએમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો અલગ અલગ સ્થળે રવાના કરી હતી. બીજીતરફ ક્રાઇમ બ્રાન્ચે ચોેેકકસ બાતમી આધારે ચાંડોળા તળાવ પાસે બંગાળી વાસના નાકે થી આરોપીને ઝડપી પાડયો હતો.