છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ઠંડી ઘટી છે.
રાજ્યમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સરેરાશની સરખામણીએ 1 થી 3 ડિગ્રી વધુ નોંધાયું હતું. સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
આ ઉપરાંત, નલીયા અને ડિસામાં 14 ડિગ્રી સેલ્સીયસ, દીવમાં 15, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, વડોદરામાં16, ભાવનગર, રાજકોટ, દમણ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આજ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સરેરાશની સરખામણીએ 1 થી 3 ડિગ્રી ઓછું નોંધાયું હતું.