રાજ્યમાં કોરોનાનાં કેસમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. સોમવારે નવા 204 કેસ નોંધાયા છે. તો એક દર્દીનું કોરોનાને કારણે મૃ્ત્યુ થયુ છે. રાજ્યમાં સૌથી વધુ 100 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજકોટમાં 36 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 22, વડોદરામાં 16, ગાંધીનગરમાં 5, ખેડામાં 4 અને મહીસાગરમાં 3 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત આણંદ, ભરુચ અને કચ્છમાં નવા 2-2 કેસ નોંધાયા છે. તો ભાવનગર, દાહોદ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડમાં નવો 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં 65 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.
રાજ્યમાં આજે ઓમિક્રોનનાં 24 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 13 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ઓમિક્રોનનાં 4 અને રાજકોટમાં 3 નવા કેસ નોંધાયા છે. વડોદરા, અમરેલી, આણંદ અને ભરુચમાં ઓમિક્રોનથી 1-1 વ્યક્તિ સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનનાં કુલ 73 કેસ નોંધાયા છે જેમાંથી 17 દર્દી ઓમિક્રોનને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 1 હજાર 86 પર પહોંચી છે જેમાં 14 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં આજે 4 લાખ 2 હજાર 136 લોકોનું કોવિડ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું.