દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૧૫૪ અને ગુજરાત રાજ્યમાં ૫૪૮ નવા કેસ નોંધાયા ; જાણો આપણા જીલ્લામાં કેટલા કેસ આવ્યા…

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૧૫૪ નવા કેસ નોંધાયા છે. કોરોનાના હાલ દેશમાં કુલ સક્રિય કેસ ૮૨,૪૦૨ છે. ૨૪ કલાકમાં દેશભરમાં ૭૪૮૬ દર્દી કોરોનાથી સાજા થયા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨૬૮ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રસીકરણના ૬૩,૯૧,૨૮૨ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં ઓમિક્રૉનના ૯૬૧ કેસ નોંધાયા છે અને ૩૨૦ દર્દી સાજા થયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૫૪૮ નવા દર્દીઓ નોંધાયા છે, જયારે ૬૫ દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો ૯૮.૫૫ ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદમાં ૨૭૮, સુરતમાં ૮૦, રાજકોટમાં ૨૭, વડોદરામાં ૩૯, આણંદમાં ૨૩, ખેડામાં ૨૧, કચ્છમાં ૧૩, વલસાડમાં ૯, મોરબીમાં ૭, નવસારીમાં ૭, ભરૂચમાં ૬, ગાંધીનગરમાં ૮, ભાવનગરમાં ૬, જામનગરમાં ૫, મહીસાગરમાં ૩, મહેસાણામાં ૩, સાબરકાંઠામાં ૩, સુરેન્દ્રનગરમાં ૩, અરવલ્લીમાં ૨, બનાસકાંઠામાં ૨, અમરેલીમાં ૧, નર્મદામાં , પંચમહાલમાં ૧ કેસ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *