આ રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર, સાંજ પછી બધુ બંધ રાખવા આદેશ

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ભારતમાં પણ કોરોનાના કેસોમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ વધારી દેવાનો કેન્દ્ર સકાર દ્વારા રાજ્ય સરકારોને આદેશ અપાયો છે.

કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, રાજ્યોને જરૂર લાગે તો આકરા પ્રતિબંધ લગાવી શકે છે. ત્યારે આ અમલને ધ્યાનમાં રાખીને  હરિયાણા સરકારે પણ પ્રતિબંધ વધારી દીધા છે.

હરિયાણા સરકારે રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જેવાજ અમલ લડી દીધા  છે. હરિયાણામાં બજારો  સાંજે ૬ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ જારી કરાયો છે. સાંજે છ વાગ્યા પછી બધું બંધ કરી દેવાનું રહેશે. આ આદેશનો અમલ ગુરૂવારથી શરૂ કરી દેવાયો છે.

રાજ્યમાં કોરોનાના વધતા કેસોને કારણે વહીવટીતંત્રે નવી ગાઈડલાઈન બહાર પાડીને પ્રતિબંધો વધારવાનો આ નિર્ણય લીધો છે. હરિયાણામાં ઓમિક્રોનના કેસ પણ બહાર આવ્યા છે અને તેના કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. વહીવટીતંત્રે સ્પષ્ટ આદેશ આપ્યો ચ છે કે ગુરૂવારથી જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ દુકાનદાર સાંજે ૬ વાગ્યા સુધીમાં દુકાન બંધ કરી દેશે.

અગાઉ હરિયાણા સરકારે મહામારી એલર્ટ-સુરક્ષિત હરિયાણા લોકડાઉનને ૫ જાન્યુઆરી સવારે ૫ વાગ્યા સુધી વધવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં ૨૫ ડિસેમ્બરથી નાઈટ કરફ્યુનો પણ અમલ કરાઈ રહ્યો છે અને રાજ્યમાં જાહેર  સમારોહ અથવા કાર્યક્રમોમાં ૨૦૦થી અધિક લોકોને આવવાની મંજૂરી નથી.

હરિયાણામાં વેક્સિનની બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને જ જાહેર સમારોહ, કાર્યક્રમોમાં સામેલ થવાની મંજૂરી છે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન અનિવાર્ય કરી દેવાયાં આ નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વ્યક્તિ  વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાય છે અને દંડ સહિતનાં આકરાં પગલાં ભરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *