કાનપુરના અત્તરના કારોબારી પિયૂષ જૈન પરની કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે હવે પુષ્પરાજ જૈનના ત્યાં દરોડો પાડ્યો છે. પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે અને તેમણે સમાજવાદી અત્તર બનાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ સવારે ૭:00 કલાકે પુષ્પરાજ જૈનના ઘરે પહોંચી હતી. પિયૂષ જૈનની માફક પુષ્પરાજ જૈન પણ કન્નૌજના અત્તરના કારોબારી છે.
જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ પુષ્પરાજ જૈનના ઘર, ઓફિસ સહિત 50 સ્થળોએ તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગની ટીમોએ ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દરોડો પાડ્યો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ટેક્સચોરીના આરોપમાં આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો છે.