પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

કોરોના વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહી તેની અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે વાઈબ્રન્ટ સમિટ અંતે વિધિવત રીતે યોજાશે જ અને સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદી પણ આવશે. વડાપ્રધાન ૧૦મી જાન્યુઆરીએ સમિટનું ઉદઘાટન કરશે તેમજ તેઓ ત્રણ દિવસ રોકાશે. ૧૦થી૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ વખતની સમિટમાં પ્રથમવાર પાંચ દેશોના વડા પણ ઉપસ્થિત રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતની સમિટમાં ૨૬ પાર્ટનર દેશના ડેલિગેટ્સ૧૫ ફોરેન મિનિસ્ટર અને ચાર ફોરેન ગવર્નર હાજરી આપશે. આ ઉપરાંત આ સમિટમાં પહેલીવાર એવું બનશે કે પાંચ દેશોના વડા એક સાથે હાજરી આપશે. ૧૦થી ૧૨મી જાન્યુઆરી દરમિયાન યોજોનારી સમિટમાં રશિયામોરેશિયસનેપાળસ્લોવેનિયાના વડાપ્રધાન અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ આવશે. આ ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સી.ઇ.ઓ. અને મુખ્ય સંચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાશે.રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન,મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથનેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા  અને સ્લોવેનિયાના વડા પ્રધાન  જાનેઝ જાન્સા આગામી સમિટમાં હાજર રહેવાના છે.આ સમિટમાં મુકેશ અંબાણીગૌતમ અદાણીકે એમ બિરલસુનિલ ભારતી મિત્તલ અશોક હિન્દુજાએન.ચંદ્રશેખરન અને હર્ષ ગોએન્કા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજરી આપશે. આ ઉપરાંત ૧૫ જેટલા વિદેશી પ્રધાનો ,ચાર વિદેશના ગવર્નર સ્ટેટનાવડા અને ગ્લોબલ બ્રાંડના સીઈઓ સમિટમાં હાજર રહેશે.આંતરરાષ્ટ્રીય કંપનીઓના વડા અને સી.ઈ.ઓ. પણ સમિટમાં ભાગ લેવાના છે. જેમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્ડ ),ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ)ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી) ,તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ),  ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન)મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોર્પોરેશન)શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા ) સમિટમાં ભાગ લેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *