મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનો વાઇરલ વીડિયો જેમાં તેમણે PM મોદીને ઘમંડી કહ્યા છે

આ વાઇરલ વીડિયોમાં મલિક કૃષિ કાયદાનો ઉલ્લેખ કરીને PM મોદીને ઘમંડી કહી રહ્યા છે. મલિકનો આ વીડિયોને હવે Congress પણ શેર કરી રહી છે અને PM સહિત બીજેપી પર આકરા વલણ વાપરી રહી છે.

જોકે આજે પહેલીવાર એવું નથી કે કોઈએ મોદીને ઘમંડી કહ્યા હોય. આ પહેલાં પણ સમાજસેવક અણ્ણા હઝારે, બીજેપી નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી, બીજેપીના સિનિયર નેતા કેશુભાઈ પટેલે પણ મોદીને ઘમંડી કહ્યા હતા. નવાઈની વાત એ છે કે સત્યપાલ મલિક પણ ઘણાં વર્ષો સુધી બીજેપી સાથે જોડાયેલા હતા અને હવે તેમણે પણ મોદીને ઘમંડી કહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *