ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન ફિરોજપુરની રેલીમાં જતી વખતે રસ્તા પર કાફલાના રોકવા અંગે સુરક્ષામાં થયેલી ચૂક અંગે આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે. આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે વિસ્તૃત રીપોર્ટ માગ્યો છે. મંત્રાલયે આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે. ત્યાર બાદ હવે આવાતીકાલે સુપ્રિમ કોર્ટમાં આ ઘટના અંગે સુનાવણી કરવામાં આવશે.
આ મામલે હવે પંજાબ સરકાર પણ એક્શનમાં આવી છે અને તપાસ માટે એક હાઈ લેવલ કમિટિ બનાવી છે.કમિટી દ્વારા ત્રણ દિવસમાં સમગ્ર મામલા અંગે અહેવાલ સુપરત કરવામાં આવશે.