ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે ફરી એક વાર વર્ક ફ્રોમ હોમ કલ્ચરની શરૂઆત થઇ છે. કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં સરકારી કચરીઓ અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસો વધતા સરકારી કચેરીઓએ ફરી વાર સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે.
રાજ્યની ગ્રામ વિકાસ કચેરીએ કર્મચારીઓ માટે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. આ સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં ફરી વાર વર્ક ફ્રોમ હોમની શરૂ થઇ ગયું છે. ગ્રામ વિકાસ કચેરી દ્વારા વર્ગ ૩ અને તેનાથી નીચેના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓએ કચેરીમાં રોટેશન પ્રમાણે આવવાનું રહેશે, તેમજ અન્ય અધિકારીઓને કમિશનરની સૂચના પ્રમાણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.