અમરેલીના દિલીપભાઈએ શતાવરીની ખેતી કરી એક નવો પ્રયાસ હાથ ધર્યો

શતાવરીનું વાવેતર કરી દિલીપભાઈએ ખેડૂતો સમક્ષ ખેતીના એક નવા વિકલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું

 

આયુર્વેદ બધા રોગ થી બચવાનો અસરકારક ઉપાય છે. તેવામાં જો ઔષધિનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય સાથે જ લોકોને સારવારના હેતુથી પણ કામ આવી શકે છે.

તેનું ઉત્તમ ઉદાહરણ શતાવરી અમરેલીના પીઠવડીના દિલીપભાઈ ખેડૂતે શતાવરીની ખેતી કરી રહ્યા છે.

પશુ આહારની સાથે માનવજાત માટે પણ વરદાન રૂપ સાબીત થયેલ ઔષધિ માની એક એટલે શતાવરી છે.

ગયા વર્ષની કોરોનાની કપરી મહામારી બાદ લોકો આયુર્વેદનું મહત્વ સમજી ગયા છે. પરંતુ અલગ અલગ ઔષધિ અલગ અલગ રોગમાં કારગત હોય છે અને ઘણી વાર મળવી પણ મુશ્કેલ હોય છે. ત્યારે આપણા ખેડૂતો જો આવી ઔષધીય ખેતી કરતા થાય તો સરળતાથી મળી રેહવાની સાથે નવી ખેતીના અનેક ફાયદા પણ મળેને સારી આવક ઓપ મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *