BJP નેતા દ્વારા જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ…!!! ભાવનગરમાં ધારાસભ્ય વિભાવરી દવેની ખુલ્લેઆમ દાદાગીરી, મનાઈ હોવા છત્તા બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો કર્યો

કોરોના મહામારીમાં રાજકીય નેતાઓ જનતાની ભલાઈ તો દુર પણ પોતાનો દબદબો જાળવી રાખવા માટે સરકારના જ નિયમોનું ઉલંઘન કરતા હોય છે. તાજેતરમાંજ આવો કિસ્સો ભાવનગરમાં બન્યો છે. ભાવનગરના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા વિભાવરી દવેએ સરકારની વિરુધ જઈને બુથ યાત્રા યોજી હતી. આ બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. આ યાત્રામાં એક પણ કાર્યકરે ન તો માસ્ક પહેર્યું કે ન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું. કાર્યકરો તો ઠીક પરંતુ ધારાસભ્ય વિભાવરી દવેએ પોતે જ નિયમો ભૂલ્યા હોય તેમ પ્રજા વચ્ચે માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. જોકે તેમને આ અંગે સવાલ પૂછાયો તો જાણે કે તેઓ ભાન ભૂલી ગયા હોય તેમ નિયમ પાલનનો દાવો કરી નાખ્યો. આ સમગ્ર ઘટના પરથી એ સાબિત થઈ રહ્યું છે કે, નેતાઓને જનતાના સ્વાસ્થ્યની ચિંતા તો દુર પરંતુ પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ નથી. આખરે આ નેતાઓ હાથે કરીને પ્રજાનો જીવ જોખમમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યારે આ રાજકીય નેતાઓ સુધારશે ?  શું આવી જ રીતે આપણે કોરોના સામે લડીશું ?

નેતાઓની હાજરીમાંજ કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન

થરાદના ગાયત્રી વિદ્યાલય આંજણા બોર્ડિંગ ખાતે યોજાયેલા સત્કાર સમારંભમાં ભાજપના સાંસદ પરબત પટેલની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યાં.નવનિયુક્ત સરપંચો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટરોનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.અને સામાજિક અંતરનો ભંગ થતો જોવા મળ્યો હતો.એટલું જ નહીં ભાજપના નેતાઓ જ માસ્ક વિના જોવા મળતા અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

કોરોના સંક્રમિત હોવા છત્તા BJP ના નેતાએ ફ્લાઈટમાં મુસાફરી કરી

કોરોના મહામારી વચ્ચે ભાજપના નેતાની ઘોર બેદરકારી સામે આવી છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન પોઝિટીવ હોવા છતાં ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા અરવિંદ મેનનની આ બેદરકારીના કારણે નેતાએ ફ્લાઈટના અનેક યાત્રીઓના જીવ જોખમમાં મુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *