આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કેન્ફરન્સ કરી ઉર્જા વિભાગની ભરતીમાં મોટા પાયાનું કૌભાંડની વાત કરી હતી. ઉપરાંત યુવરાજ સિંહે જણાવ્યું કે, નોકરી અપવવા માટે પરિવારવાદ ઓળખાણવાદ અને પોતાના લોકોને નોકરી મળી જાય તે માટે આ કૌભાંડ કરાયું હતું.
આપ પાર્ટીના નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંપૂર્ણ વિગત આપતા કહ્યું હતું કે દિલીપ ડાહ્યાભાઈ પટેલના ભાઈ વિજય પટેલ, બીજા ડો. ધર્મેન્દ્ર પટેલ જે બાયડમાં રહે છે. શ્વેત પટેલ પણ વચેટીયા તરીકે કામ કરે છે. શ્વેતનો સાળો જયેશ ભાઈ છે. ઉત્પલ છે તે દિલીપ ડાહ્યાભાઈ પટેલનો દીકરો છે અને એમની પત્ની થર્મલ જેટકોમાં નોકરી કરે છે. ૪૫ લોકો ને ઉર્જા વિભાગમાં લગાડવા માટે દિલીપ ડાહ્યા ભાઈ પટેલની મહત્વની ભૂમિકા છે.
યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું કે, ઉર્જા વિભાગમાં પરિવારવાદ કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં એક જ પરિવારના સભ્યોને જ નોકરી લગાવવામાં આવ્યા છે. અરવિંદ પટેલે પણ આ જ રીતે પોતાના ૪૦ થી૪૫ લોકોને નોકરીએ લગાડ્યા છે. જે નોકરીએ લાગ્યા છે એમની સાથે વાત કરી છે અને ઓડિયો રેકોર્ડિંગની ફાઇલ પણ મારી પાસે છે.
યુવરાજસિંહે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીને તપાસ સમિતિ રચવાની માગ કરી છે. ઉપરાંત જે લોકોના નામ સામે આવ્યા છે તેમની સંપત્તિની પણ તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે. પીનકીન બારોટ એ હેડ ક્લાર્કની પરીક્ષામાં અને ઉર્જા વિભાગની ભરતીમાં પણ સંકળાયેલા છે. કચ્છની યુવતી પાસેથી ૧૬ લાખ રૂપિયાનું ઉઘરાણું થયું. જે વડોદરાની એક હોટલમાંથી ઉઘરાવવામાં આવ્યા. એ વિષયની ઓડિયો કલીપ અને પીનકીન ભાઈની ચેટ પણ છે. આંગડીયું પણ કરવામાં આવ્યું હતું. આ અંગેના CCTV ફૂટેજ પણ આગળના દિવસોમાં આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે મારાથી કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો ફરી માફી માગું છું, પણ આ સિસ્ટમને દૂર કરવા માટે તેમજ સાચા લોકો રહી ન જાય એમના માટે આ લડાઈ માટે આગળ આવ્યો છું. દિલીપ પટેલ અને અરવિંદ પટેલની ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે છે. ૧૦૮ લોકો અમારી લિસ્ટમાં છે જે આ રીતે ઓળખાણથી નોકરીએ લાગેલા છે. આ એક જ સમાજની વાત નથી બધા જ લોકો છે જે આ રીતે દુષણ ઉભું કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે જેણે મારી સામે ફરિયાદ કરી છે તે અવધેશ પટેલનો સી.આર. પાટીલ સાથેનો ફોટો મારી પાસે છે. તેમણે આ ફોટો પ્રેસ કોન્ફરન્સમાં પણ બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ કૌભાંડની CBI દ્વારા તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. મેં આ બાબતે હર્ષ સંઘવી અને પોલીસનો સમય માંગ્યો છે. અમને સમય મળશે એવી મને આશા છે.