રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી અંગે ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ

રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી અંગે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.

  • કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાન, રસ્તા પર એકત્રિત થઇ પતંગ ચગાવી શકાશે નહીં
  • મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણમાં પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે.
  • માસ્ક વિના, મકાન, ફ્લેટના ધાબા અગાશી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા એકત્રિત થઇ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે
  • મકાન કે ફ્લેટના ધાબાં, અગાશી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. આવી સૂચનાઓના ભંગ બદલ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે અન્ય અધિકૃત વ્યક્તિ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરાશે
  • સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ અને એનજીટીની સૂચનાથી ચાઇનીઝ તુક્કલ, સિન્થેટીક કાચ પાયેલાં માંજા, પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ માંજો પ્રતિબંધિત રહેશે.
  • જે વ્યક્તિઓ રાજ્યમાં જુદાજુદા શહેરોમાં આવેલાં પતંગ બજાર ઉદાહરણ તરીકે અમદાવદની રાયપુર, ટંકશાળ કે નરોડાની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલિસને સહકાર આપવાનો રહેશે.
  • દસ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે, આ માટે પોલિસે બંદોબસ્ત અને પેટ્રોલિંગનું આયોજન કરવાનું રહેશે.

65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડાતા, 10 વર્ષથી નાની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ ઘરે જ રહે તે સલામત ભર્યું રહેશે. પતંગ બજારોમાં પણ કોરોનાની ગાઇડલાઇનનું કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *