અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં 15 તારીખે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.
અમદાવાદ ફાયરબ્રિગેડને વહેલી સવારે 4.30 વાગે ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગનો કોલ મળ્યો હતો. આગ લાગ્યાનો કોલ મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઇ હતી અને આગને કાબૂમાં લીધી હતી.
આગ પર ત્રણ બાજુથી એક કલાક પાણીનો છંટકાવ કરતાં બે કલાક બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને બુઝાવ્યા બાદ તેને કૂલિંગ કરવાની કામગીરી હજી કરવામાં આવી રહી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.
આ આગમાં પ્લાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિન્જો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.