પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮.૩૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે.
વર્ચ્યુઅલ ઈવેન્ટ ૧૭મીથી ૨૧મી જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાશે. તેને જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયો, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુઆ વોન ડેર લેયેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, ઇઝરાયેલના વડાપ્રધાન નાફતાલી બેનેટ, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ સહિતના અન્ય મહાનુભાવો સહિતના વિવિધ દેશોના વડાઓ દ્વારા પણ સંબોધન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ઉદ્યોગના ટોચના અગ્રણીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સિવિલ સોસાયટીના અગ્રણીઓની સહભાગિતા પણ જોવા મળશે, જેઓ આજે વિશ્વ દ્વારા સામનો કરવામાં આવી રહેલા જટિલ પડકારો પર વિચાર વિમર્શ કરશે અને તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરશે.