મુંબઈમાં ઈન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે વોરશિપ INS રણવીરના ઈન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે જહાજમાં તૈનાત નેવીના ત્રણ જવાન શહીદ થયા છે અને ૧૧ જવાન ઘાયલ થયા છે. જો કે બ્લાસ્ટ પછી તાત્કાલિક આગ પર કાબૂ મેળવાયો હતો જેના કારણે જહાજને વધુ નુકસાન થયું ન હતું.
ઈન્ડિયન નેવીના અધિકારીના જણાવ્યા મુજબ, INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ ડેપ્લોયમેન્ટ પર નીકળ્યું હતું અને બેઝ પોર્ટ પર પરત ફરવાનું હતું. બ્લાસ્ટ કયા કારણસરથી થયો તેની જાણકારી હજુ સામે આવી નથી. આ અંગે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરી તહેનાત કરવાના આદેશ આપી દેવાયા છે.