રાજ્યના નવ જિલ્લા અને તમામ કોર્પોરેશનમાં ૧૦૦% લાભાર્થીને પ્રથમ ડોઝ દ્વારા આવરી લેવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૪ કરોડ ૮૧ લાખ એટલે કે ૯૭.૬ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ, ૪ કરોડ ૪૨ લાખ એટલે કે ૯૪.૬ ટકા લાભાર્થીઓને બીજો ડોઝ, તથા ૧૫ થી ૧૭ વય જુથના ૨૩ લાખ ૭ હજાર એટલે કે ૬૪.૯ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૬ લાખ ૭૦ હજાર લાભાર્થીઓને ત્રીજો ડોઝ મળી કુલ ૯.૫૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે.
“હર ઘર દસ્તક” કાર્યક્રમ અંતર્ગત ૩જી નવેમ્બરથી પ્રથમ અને બીજા ડોઝના બાકી લાભાર્થીઓનો રૂબરૂ સંપર્ક કરી તેમને કોવિડ-૧૯ રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં ૧૫-૧૮ વર્ષ વય જૂથના કિશોરોને કોવિડની કોવેક્સિન રસી મુકવા માટે આશરે ૩૫ લાખ ૫૦ હજારથી વધુને રસી આપવા ત્રીજી જાન્યુઆરીથી શરૂઆત કરી છે.
આ ઉપરાંત દસમી જાન્યુઆરીથી હેલ્થ કેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગ ધરાવતા લોકોને રસીનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે.