નવા વેરિયન્ટ માં નવો પ્રયોગ; હવે એક્સરેથી ખબર પડશે કોરોના છે કે નહીં…

સ્કોટલેન્ડમાં વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને લઈ નવો પ્રયોગ કર્યો છે. તેના અંતર્ગત હવેથી એક્સરે નો ઉપયોગ કરીને જાણી શકાશે કે, દર્દીને કોરોના છે કે નહીં. એટલે સુધી કે વૈજ્ઞાનિકોએ તેને ૯૮ ટકા સુધી સચોટ માન્યું છે. પરીક્ષણ કોઈ વ્યક્તિની અંદર વાયરસની ઉપસ્થિતિ જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરે છે.

આરટી-પીસીઆર પરીક્ષણ કરતાં તેજ હશે અને 5થી ૧૦ મિનિટમાં તેનું પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છે કે, આરટી-પીસીઆરનો રિપોર્ટ આવવામાં એક કલાક કરતાં વધારે સમય લાગી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, લાંબા સમયથી એક ત્વરિત અને વિશ્વસનીય ઉપકરણની આવશ્યકતા હતી જે કોવિડ-૧૯ ની ઓળખ કરી શકે. એટલું જ નહીં એક્સરેના માધ્યમથી ઓમિક્રોન વેરિએન્ટ પણ ઝડપથી ઓળખી શકાશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે જે દૃશ્ય આકારણીનું વિશ્લેષણ કરવા અને નિદાન કરવા માટે એક અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. યુડબલ્યુએસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક વ્યાપક પરીક્ષણના તબક્કા દરમિયાન આ તકનીક ૯૮% કરતાં પણ વધારે સચોટ સાબિત થઈ.

પ્રોફેસર રમજાને : અનેક દેશ સીમિત નિદાન ઉપકરણોના કારણે મોટી સંખ્યામાં કોવિડ પરીક્ષણ કરવા અસમર્થ છે. પરંતુ આ સંશોધનના કારણે વાયરસને ઝડપથી ઓળખી શકાશે. વાયરસના ગંભીર કેસના નિદાન દરમિયાન તે મહત્વપૂર્ણ અને સંભવિતરૂપે જીવનરક્ષક સાબિત થઈ શકે છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે, સંક્રમણના પ્રારંભિક તબક્કા દરમિયાન એક્સરેમાં કોવિડ-૧૯ ના લક્ષણ નથી દેખાતા માટે તે પીસીઆર પરીક્ષણોનું સંપૂર્ણ સ્થાન ન લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *