દિલ્હીમાંથી વીક એન્ડ કરફ્યૂ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલે ફગાવી

દેશની રાજધાની દિલ્હીમાં વીક એન્ડ કરફ્યૂ હટાવવાની કેજરીવાલ સરકારની ભલામણ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ફગાવી દીધો છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોયદીયાનુ કહેવુ હતુ કે, દિલ્હીમાં કોરોના કેસ ઓછા થયા છે ત્યારે હવે વીક એન્ડ કરફયૂ હટાવવા માટે તેમજ બજારોમાં ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાના નિર્ણયને પણ પાછો ખેંચવા માટે દિલ્હી સરકારે ઉપરાજ્યપાલને પ્રસ્તાવ મોકલી આપ્યો છે.

ઉપરાજ્યપાલનુ કહેવુ છે કે, હજી કેટલાક દિવસો સુધી રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવી જરુરી છે.જો એ પછી સ્થિતિ સામાન્ય થાય તો આગળ વિચારણા કરવામાં આવશે.

દિલ્હીમાં ઉપરાજ્યપાલ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન છે અને તેમની મંજૂરી વગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યૂ નહીં  હટે.

જેનો અર્થ એ થયો કે, રાજધાનીમાં શનિવાર અને રવિવાર વીક એન્ડ કરફ્યૂ ચાલુ રહશે અને તમામ ખાનગી ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે જ કાર્યરત રહેશે.

બજારોમાં ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાનુ પણ ચાલુ રાખવામાં આલશે.

આ પહેલા દિલ્હી સરકારે વીક એન્ડ કરફ્યૂ લાગુ કર્યો હતો.જેમાં શુક્રવાર રાત્રે દસ વાગ્યાથી સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રાખવાનુ કહેવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *