ભારતમાં હજારો લોકોનું કોવિડ-૧૯ સંબધી પર્સનલ ડેટા એક સરકારી સર્વરમાંથી લીક થવાનો કેસ સપાટી પર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પર્સનલ ડેટામાં હજારો લોકોના નામ, મોબાઇલ નંબર, એડ્રેસ અને કોવિડ ટેસ્ટ રિઝલ્ટ સામેલ છે. આ માહિતી ઓનલાઇન સર્ચ દ્વારા એક્સેસ કરી શકાય છે.
લીક થયેલ ડેટાને રેડ ફોરમની વેબસાઇટ પર વેચવા માટે રાખવામાં આવ્યું છે. એક સાઇબર ક્રિમિનલે દાવો કર્યો છે કે તેની પાસે ૨૦ હજારથી વધુ લોકાની વ્યકિતગત માહિતી છે. રેડ ફોરમ પર ઉપલબ્ધ આ ડેટામાં લોકોનો કોવિડ ૧૯ રિપોર્ટ, નામ, ઉંમર, જાતિ, મોબાઇલ નંબર, સરનામું, તારીખ જેવી માહિતી જોઇ શકાય છે.
ગૂગલે અસરગ્રસ્ત સિસ્ટમમાંથી લાખો ડેટાને ઇન્ડેક્સ કર્યા છે. સરકારે કોવિડ-૧૯ મહામારી અને વેક્સીનેશન પ્રોગ્રામ અંગે લોકોને જાગૃત કરવા માટે ડિજિટલ ટેકનિક પર વધારે વિશ્વાસ રાખ્યો છે.
કોવિડ-૧૯ સંબધિત સેવાઓ અને માહિતી માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે. રાજહરિયાએ ૨૦ જાન્યુઆરીએ એક અન્ય ટ્વિટમાં લોકોને સચેત રહેવાની સલાહ આપીને જણાવ્યું હતું કે લોકોએ ફ્રોડ કોલ, કોવિડ ૧૯ સંબધિત ઓફર જેવી વસ્તુઓથી સાવધાન રહવું જોઇએ કારણકે તેમનો ડેટા ડાર્ક વેબમાં વેચવામાં આવી રહ્યો છે.
સરકારે ડેટા લીક થયાની વાત નકારી