કોંગ્રેસે શુક્રવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં 20 લાખ નોકરીઓ પ્રદાન કરવા, ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને શિક્ષણ બજેટમાં વધારો કરવા સહિતના અનેક વચનો આપ્યા હતા.
‘ભરતી કાયદો: યુવા મેનિફેસ્ટો’ બહાર પાડતી વખતે, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું કે યુવાનોના ઉત્સાહ અને શક્તિ સાથે ‘નવું ઉત્તર પ્રદેશ’ બનાવવું પડશે.
કોંગ્રેસે આ પ્રસંગે ‘મેરા જોબ મુઝે મિલેગા…’ નામનું ગીત પણ રજૂ કર્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, “આ મેનિફેસ્ટો માત્ર કોંગ્રેસનો અવાજ નથી. તેને બનાવવા માટે યુપીના યુવાનો સાથે વાત કરી છે. તેમના વિચારો તેમાં મૂકવામાં આવ્યા છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના યુવાનોને વિઝનની જરૂર છે અને તે વિઝન ફક્ત કોંગ્રેસ પાર્ટી જ આપી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે નફરત ફેલાવતા નથી. અમે લોકોને જોડવાનું કામ કરીએ છીએ. અમે યુવાનોના ઉત્સાહ અને શક્તિ સાથે એક નવું ઉત્તર પ્રદેશ બનાવવા માંગીએ છીએ
પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે જો સરકાર બનશે તો ઉત્તર પ્રદેશમાં ૨૦ લાખ નોકરીઓ આપવામાં આવશે, જેમાંથી ૪૦ ટકા એટલે કે આઠ લાખ નોકરીઓ મહિલાઓને આપવામાં આવશે
અમે પ્રગતિ અને જનહિત માટે કામ કરીશું. અમે ધ્રુવીકરણની રાજનીતિમાં સામેલ નથી.”
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન ૭ માર્ચે યોજાશે. ૧૦ માર્ચે પરિણામ જાહેર થશે.