શેરમાર્કેટમાં સતત પાંચ દિવસથી ઘટાડાનો ટ્રેન્ડ, સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 1545.67 પોઈન્ટના ઘટાડા સાથે 57, 491.51 પર બંધ રહ્યો હતો. તો એનએસઈનો નિફ્ટી 468.05ના ઘટાડા સાથે 17,149.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અમેરિકામાં વ્યાજ દરો વધવાના સંકેત, યુક્રેન અને રશિયાની વચ્ચેનો તણાવ અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારતીય બજારમાં વેચવાલીના કારણે માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હોય તેવી સંભાવના. મેટલ, આઈટી અને રિઅલ્ટીના સ્ટોક્સમાં વેચવાલીના પગલે નબળાઈ નોંધાઈ. તો રૂપિયો પણ ડૉલર સામે 14 પૈસા નબળો રહ્યો.

બંધન બેંક, સીપ્લા લુપીન, ONGC અને મુથ્થુટ ફાઈનાન્સના શેરમાં વધારો જોવા મળ્યો હતો, તો ગલેન્ડ ફાર્મા, ઓરબિંદો ફાર્મા, જીંદાલ સ્ટીલ એન્ડ પાવર, ઈંદ્રપ્રસ્થ ગેસ, JSW સ્ટીલ, L&T ઈન્ફોટેક, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, વીપ્રો, DLF, ટેક મહિન્દ્રા, ટાઈટન સહિતના કંપનીઓના શેરોનું ધોવાણ થયું હતું. જેના કારણે રોકાણકારોના 11 લાખ કરોડથી વધુનું રુપિયાનું ધોવાણ થયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *