૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના 41 જવાનોને પ્રશંસનીય સેવા બદલ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે.
સત્તાવાર યાદી મુજબ, ગ્રામરક્ષકદળના ધુપેંદ્રસિંહ પરમાર, જયરામ ચૌધરી અને ફુલજીભાઇ ગાંગોર્ડાની રાજયપાલ ચંદ્રકોથી સન્માનીત કરાશે જ્યારે હોમગાર્ડઝ, બોર્ડર વીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના અન્ય 38 જવાનોને મુખ્યમંત્રી ચંદ્રકો આપવામાં આવશે.
૨૬મી જાન્યુઆરી-૨૦૨૦ પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગ્રામરક્ષક દળના જવાનોની રાજ્યપાલ અને મુખ્યમંત્રી ના હસ્તે ચંદ્રક વિતરણ જેવા સન્માન માટે પસંદગી કરવામાં આવી હોવાનું એક સત્તાવારયાદીમાં જણાવાયું છે. ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સઅને હોમગાર્ડઝ દ્વારા પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે જવાનોની પસંદગી કરવામાં આવી છે.