ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મોટા ભાગના શહેરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.ચાલુ સપ્તાહે ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.ગઇકાલે નલિયાને પાછળ છોડી પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવ રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વઘશે. ઉત્તર ગુજરાતમાં લધુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી થી પણ નીચે જવાની સંભાવના છે.સમગ્ર રાજ્ય માં લઘુત્તમ તાપમાન ૩ થી ૫ ડિગ્રી નીચે જશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ પ્રજાસત્તાક પર્વની સાથે કોલ્ડ વેવ રહેવાની સંભાવના છે. તો જુનાગઢ ખાતે શિયાળાની આ સીજનનું સૌથી ઓછું તાપમાન ૬.૧ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું છે .જ્યારે ગીરનાર પર્વત માળાનું તાપમાન જુનાગઢ શહેર કરતાં ૩ ડિગ્રી સેલ્સીયશ ઓછું રહેલ છે.