કાયદા અને ન્યાય મંત્રી કિરન રિજિજુએ કહ્યું છે કે, પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતીય સેના અને ચીની સેના- પી.એલ.એ. વચ્ચે હોટલાઈન પર વાતચીત થઈ હતી.
રિજિજુએ એક ટ્વીટમાં કહ્યું કે, ચીને એક ભારતીય નાગરિકને મુક્ત કરવા સંમતિ આપી છે. અરુણાચલ પ્રદેશના અપર શિયાંગ જિલ્લાના જીડો ગામનો ૧૯ વર્ષીય યુવક ૧૮ જાન્યુઆરીથી ગુમ હતો. ભારતીય સેનાએ આ માટે ચીની સેનાનો સંપર્ક કર્યો હતો. ચીન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમને એક યુવક મળ્યો છે.