વડોદરાના કારેલીબાગના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ વિશ્વ વિક્રમ સમારંભમાં ૬૦ હજાર ૯૯૦ ભક્તોએ ૬૪ મિનિટ સુધી ભગવાનને રાજી કરવા માટે ધૂન અને મંત્રોચ્ચાર કર્યા હતા.વિશ્વમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ધૂન ગાવામાં ભાગ લીધો હતો.એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ પહેલને સ્થાન મળેલ છે.સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૦ મી જયંતી પ્રસંગે મંદિરમાં સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ધનશ્યામ મહારાજને પ્રસન્ન કરવા માટે ભાવિક ભક્તોએ પોતાના હાથથી લખેલા ૩ લાખ ૩૩ હજાર ૩૩૩ સ્વામિનારાયણ મહામંત્રો વાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. ૩૦ જેટલા ભક્તો સતત ૫ દિવસ સુધી આ દિવ્ય શણગાર તૈયાર કરવામાં પરમ શ્રદ્ધાથી જોડાયા હતા.આ ભક્તિભાવ પૂર્ણ સમર્પણને એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્માં સ્થાન મળેલ છે .