ગુજરાત પોલીસના ૧૯ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર

૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને ૧૭ પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે  જેમાં એક આઈપીએસ, છ  નાયબ પોલીસ અધિક્ષક, બે પોલીસ ઈન્સ્પેકટર સહિત ૧૯ જવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસમાં આ અધિકારી/જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મેડલ મેળનાર અધિકારી, જવાનોને રાજય પોલીસ વડા દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિશિષ્ટ સેવા મેડલ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા એન.કોમાર અને અમદાવાદ શહેર પોલીસના એએસઆઈ ભરતસિંહ દોલતસિંહ વાઘેલાને એનાયત કરવામાં આવશે.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહમંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તૌકતે વાવાઝોડા સમયે ગુજરાતના દરીયા કાંઠે ત્રણ બોટમાં ફસાયેલા આઠ ક્રૂ મેમ્બરના જીવ બચાવનાર ગીર સોમનાથ જિલ્લાના એઅસઆઈ જગદીશભાઈ દાનાભાઈ મકવાણાને પણ ઉત્તમ જીવનરક્ષા પદક એનાયત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *