આજે વર્ચ્યુઅલ માધ્યમથી ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની પ્રથમ બેઠકની યજમાની કરશે.
બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ ભાગ લેશે.
ભારત અને મધ્ય એશિયન દેશોના મુખ્ય નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક છે.
આ સંમેલન મધ્ય એશિયન દેશો સાથે ભારતની વધતા સંબંધનું પ્રતિબિંબ છે.
આ શિખર સંમેલન દરમિયાન ભારત મધ્ય એશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઇ જવાના ઉપાયો પર ચર્ચા થશે.
સંમેલનમાં મુખ્ય રીતે પરસ્પર સુરક્ષા સહીત ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્ર હિતના મુદ્દા પર વિચારવિમર્શ થવાની શક્યતા છે.