કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મૃત્યુના આંકડા હજુ પણ ચિંતાનું કારણ છે. છેલ્લા ૩ દિવસથી કોરોનાને કારણે ૫૦૦ થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ગુરૂવારે કોવિડ-૧૯ ના ૨,૮૬,૩૮૪ નવા કેસ નોંધાયા છે.જ્યારે આ દરમિયાન ૩.૦૬ લાખ લોકો સાજા થયા હતા. બુધવારની સરખામણીમાં ૪૭૦ વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બુધવારે ૨,૮૫,૯૧૪ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને ૬૫૯ લોકોના મોત થયા હતા.
મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મા રાજસ્થાનમાં જ ૧ થી ૨૫ જાન્યુઆરી સુધીમાં ૧.૯૨ લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૭૬ લોકોના મોત થયા છે.ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશના ૪૦૦ થી વધુ જિલ્લાઓ હાલ રેડ ઝોનમાં છે. પાંચ રાજ્યોના ૫૨ જિલ્લામાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં સંક્રમણ ખૂબ વધારે હોવાથી તંત્રની ચિંતા વધી છે. ૧૭ થી ૨૩ જાન્યુઆરીની વચ્ચે દેશના દરેક જિલ્લાની સમીક્ષા કર્યા પછી તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર ૪૦૩ જિલ્લામાં કોરોનાનો સાપ્તાહિક સંક્રમણ દર ૧૦% છે.