બિહાર બંધ: રેલવે પરીક્ષામાં ધાંધલી વિરૂદ્ધ મા પ્રદર્શનકારીઓએ ટ્રેનો રોકી,રસ્તા જામ કર્યા

રેલવે પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં બિહાર વિપક્ષે એ આજે બંધનું એલાન આપિયું છે.અને વિદ્યાર્થી સંગઠનોને બંધમાં મહાગઠબંધન નો સાથ મળ્યો છે.

પ્રદર્શનકારીઓએ આજે સમગ્ર બિહારમાં રસ્તાઓ જામ કર્યા, ટ્રેનો રોકી અને ટાયરો સળગાવ્યા હતા.

રેલવે ભરતી બોર્ડ NTPC પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિને લઈ વિદ્યાર્થીઓએ આજે બિહાર બંધનું આહ્વાન કર્યું છે. લેફ્ટના વિદ્યાર્થી સંગઠન AISA દ્વારા જાહેર કરવામાં આવેલા બંધને બિહારની વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું છે. જેડીયુ અધ્યક્ષ લલન સિંહે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ટ્વિટ કરી છે. બંધને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા માટે પોલીસ હાઈ એલર્ટ પર છે. બિહાર અને રેલવે પોલીસે આ માટે પૂરતી તૈયારી કરી રાખી છે.

પટનાના પ્રખ્યાત કોચિંગ સંચાલક ફૈઝલ ખાને વીડિયો જાહેર કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ન કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના પ્રદર્શન અને હંગામા બાદ  ફૈઝલ ખાન સરે સહિત અનેક કોચિંગ સંચાલકો પર પણ FIR દાખલ કરવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓએ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન રોકી હતી. બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનમાં સામેલ રાજદ, કોંગ્રેસ, ભાકપા અને માકપાએ ગુરૂવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, બિહારમાં દેશના સૌથી વધારે યુવાનો છે અને અહીં બેરોજગારી દર સૌથી ઉંચો છે. કેન્દ્ર અને બિહાર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. સરકારો તેમના માટે નોકરીઓના વચન આપે છે પરંતુ જ્યારે તેઓ નોકરીની માગણીને લઈ રસ્તા પર ઉતરે છે ત્યારે નીતિશ કુમાર સરકાર તેમના પર લાકડીઓ વરસાવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *