અમદાવાદ મા મુથુટ ફિનકોર્પ સાથે ગોલ્ડ લોન લેવાના બહાને ૨૪ ગ્રાહકોએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.
નવરંગપુરાની કંપનીએ ગોલ્ડ બિસ્કીટની સ્કીમ આપીને ૨૩ લાખની ઠગાઈ કર્યાની પણ ફરિયાદ થઈ છે.
રિલીફ રોડ ચાર રસ્તા પાસે આવેલી મુથુટ ફીનકોર્પ લિમિટેડમાં કુલ ૨૪ લોકોએ ગોલ્ડ લોન લઈ નકલી સોનાના દાગીના ઉપર કુલ ૩૩.૨૮ લાખની લોન તેમજ ૫૮.૩૮ લાખનું ઓવરફન્ડિંગ મેળવી કુલ ૯૧ લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ કારંજ પોલીસમાં નોંધાવાઈ છે.
અબ્દુલ રહેમાન મહંમદ ફીરોઝ પુઠાવાલા, ઈસનપુરાના રહીશ ફેનિલ બિપીનભાઈ સોની, અભિષેક જોષી અને ઈન્ચાર્જ બ્રાન્ચ મેનેજર દિવ્યરાજસિંહ કિશોરસિંહ પરમાર સામે કારંજ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીમાં ગોલ્ડ લોન અપાય છે તે માટે ગિરવે મુકાતા દાગીના અંગેનું ઓડિટ ડીસેમ્બર – ૨૦૧૯ પછી નિર્ધારીત સમય કરતાં મોડું થયું હતું. રિજનલ મેનેજર હિરેન કનાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કેટલાક દાગીના બનાવટી જણાયા હતા, કેટલાકમાં ઓવર ફન્ડિંગ કરાયું હતું. અને ગોતાના રહીશ અશોક હિરાલાલ રાવલ અને આનંદ અશોકભાઈ રાવલે સોનાની યોજનામાં રોકાણ કરવામાં આવે તો એક વર્ષમાં ૨૫૦ ગ્રામ સોનાની લગડી આપવાની લાલચ આપી અંકીતભાઈ પાસેથી ૯ લાખ રૂપિયા, શેર – મ્યુચ્યુઅલ ફંડ રિલીઝ કરાવવા બે લાખ તેમજ અલગ અલગ કંપનીના ૯૨ ફોન અપાવવાના બહાને કુલ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે.