પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે ફોર્મ ભયુ છે.
નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ કહ્યું કે મને ઉશ્કેરવામાં આવી શકે છે પરંતુ હરાવી શકાય નહીં.
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, મેં મારી ૧૭ વર્ષની રાજકીય કારકિર્દીમાં કોઈ ખોટું કર્યું નથી. અકાલી દળ ડ્રગ્સનું વેચાણ કરતા હતા. તેને કોણ મત આપશે?
પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ મા આ સીટ પરથી માત્ર કોંગ્રેસ જ જીતશે.
સિદ્ધુ એ વધુમાં કહ્યું, હું “લોકતંત્રને દંડતંત્ર”માં રૂપાંતરિત કરવા માંગતો નથી. આ શહેરને કોંગ્રેસમાં વિશ્વાસ હતો, છે અને રહેશે.