ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાનાં ઉમરસાડી ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ ફલોટિંગ જેટી બનશે. નાણાં,
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ૨૪.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારી ફ્લોટિંગ જેટીનું આજે ભૂમિપૂજન કરાયું છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ એ જણાવ્યું , વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તેવા રાજય સરકારના પ્રયાસો છે. ઉમરસાડી મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ખાતે ફલોટિંગ જેટ્ટી અને તેને સંલગ્ન કામગીરી કરવાથી અંદાજે ૪૨૪ બોટો માટે બર્થિંગ તેમજ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનશે. મત્સ્યોદ્યોગ વિભાગ હસ્તક નોટીફાઇડ થયેલા ૧૦૭ પૈકી ૮ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોને વિકસાવવાનું આયોજન કરાયું છે. જે પૈકી ઉમરસાડી તથા ચોરવાડ ખાતે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું આયોજન કરાયું હોવાનું અને જ ટૂંક સમયમાં ઉમરસાડી ખાતે મત્સ્ય ઉતરણ કેન્દ્ર ઉપલબ્ધ બનશે તેમ તેમણે વધુમાં જણાવ્યું .
અને મત્સ્યોદ્યોગ રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે રાજ્યમાં વધુમાં વધુ ફલોટિંગ જેટી બને તે માટે કેન્દ્ર સરકારનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. માછીમારોને ડીઝલ ઉપર મળતી સબસીડીમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાશે અને લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિપિંગમાં બ્લ્યુ ઈકોનોમીને પ્રોત્સાહન અપાશે.