કેનેડામાં સંસદ અને વડાપ્રધાન નિવાસ ટ્રકવાળાઓએ ઘેરી લીધું

કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ૫૦ હજારથી વધુ ટ્રક ચાલકોએ ૨૦ હજારથી વધુ ટ્રકો સાથે સંસદ અને વડાપ્રધાન નિવાસ ઘેરી લીધું હતું. દેખાવકારો હિંસક બનવાની આશંકાએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે છુપાવા માટે ગુપ્ત સ્થળે ભાગવું પડયું હતું. ટ્રકવાળાઓએ દેશમાં કોરોના રસીને ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં શરૂ કરેલું ‘ફ્રીડમ કોન્વોય’ અભિયાન મોટા દેખાવોમાં ફેરવાઈ ગયું હતું. દેખાવકારોએ પીએમ ટ્રુડો વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં ઓટ્ટાવામાં ટ્રકોની ૭૦ કિ.મી. લાંબો કાફલો ખડક્યો હતો.

લોકોના આક્રોશના પગલે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારે વડાપ્રધાન નિવાસ છોડીને કોઈક ગુપ્ત સ્થળે જતા રહેવાની ફરજ પડી હતી.

દેખાવકારોએ રસીકરણને ફરજિયાત કરવાના સરકારના નિર્ણયને સ્વાસ્થ્ય સંબંધિત નહીં, પરંતુ સરકારી ‘નિયંત્રણ’ના કાવતરાં રૂપ ગણાવ્યો હતો.અને કેનેડાના ટ્રક ચાલકોને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું પણ સમર્થન મળ્યું હતું. અને ‘આઝાદી’ની માગવાળા ઝંડા પણ ફરકાવી રહ્યા છે. તેઓ વડાપ્રધાન ટ્રુડો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ દેખાવો દરમિયાન એવી સ્થિતિ સર્જાઈ હતી કે રસ્તા પર હજારોની સંખ્યામાં વિશાળ ટ્રકોનો જ અવાજ સંભળાતો હતો. રાજધાની ઓટ્ટાવા આવતા ટ્રકવાળાઓએ રસ્તામાં સતત એકસાથે હોર્ન વગાડી વાતાવરણ ગજવી નાંખ્યું હતું. અભદ્ર અને આક્રમક નિવેદનો પણ કર્યા હતા. અનેક દેખાવકારો મુખ્ય યુદ્ધ સ્મારક પર નાચતા જોવા મળ્યા હતા. કેનેડાના ટોચના સૈન્ય જનરલ વેન આઈરે અને સંરક્ષણ મંત્રી અનીતા આનંદે દેખાવકારોના આ કૃત્યની આકરી ટીકા કરી હતી. કેનેડામાં હાડગાળતી ઠંડીની ચેતવણી છતાં હજારો દેખાવકારોએ સંસદને ઘેરી લીધી હતી અને સંસદીય પરિસરમાં ઘૂસી ગયા હતા. દેખાવકારો દ્વારા હિંસાની આશંકાથી પોલીસ હાઈ એલર્ટ પર હતી.

દેખાવકારોમાં હજારો બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોનો સમાવેશ થાય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *