નાણામંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં બજેટ ૨૦૨૨-૨૩ની રજૂઆત કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણમાં ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીની આર્થિક મંદીની અસરોથી બહાર આવી ગયું હોવાનું જણાવ્યું હતું. બજેટ ૨૦૨૨-૨૩માં પગારદારવર્ગ, ઉદ્યોગો, ટ્રાવેલ, ટુરીઝમ, બેન્કિંગ, શેરબજાર ક્ષેત્રે શું લાભ મળે છે તે જોવાનું રહ્યું.
નાણામંત્રી એ જણાવ્યું કે, અર્થતંત્રમાં દરેકને વૃદ્ધિના ફળ મળે, ડીજીટલ અર્થતંત્ર બને, ખાનગી મૂડીરોકાણ અને કલાઈમેટ ચેન્જ માટે પગલાં લેવામાં આવશે. આગામી ૨૫ વર્ષમાં ભારત આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. મધ્યમવર્ગ માટે અમારી સરકાર હમેશા તૈયાર છે.
live budget 2022
- અફોર્ડેબલ હાઉસિંગ માટે ૪૮,૦૦૦ કરોડ જાહેરાત
- ECLGSને ૫૦,૦૦૦ કરોડનું કવર તથા ૨૦૨૩ સુધી વધારવામાં આવી
- ૨૦૨૩ અનાજ વર્ષ જાહેર, કૃષિ સેક્ટરના સ્ટાર્ટઅપને નાબાર્ડ આપશે લોન
- ઉપરાંત સરકારે બજેટમાં ૫ મોટી નદીઓને જોડવાની યોજના
- દેશની વધુ ૧.૫૦ લાખ પોસ્ટ ઓફિસને ઓનલાઈન કરાશે
- LICનો આઈપીઓ ટૂંક સમયમાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણના LIC આઈપીઓના નિવેદન પર વિપક્ષે કર્યો હોબાળો. મેક ઈન્ડિયા હેઠળ 60 લાખ લોકોને રોજગારી મળી છે. ક્લિન એનર્જી, ક્લાઈમેટ ચેન્જ અમારી પ્રાથમિકતા. આત્મનિર્ભર ભારત હેઠળ ૧૬ લાખ રોજગારી અપાશે.
નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા આશા વ્યકત કરી કે પીએમ ગતિશક્તિ યોજના હેઠળ ભારતના ઈન્ફ્રાને કાયાપલટ કરશે. આ સ્કીમ દેશના ઈન્ફ્રાને વર્લ્ડ ક્લાસ બનાવશે. ગતિશક્તિ યોજના નવા ભારતનો આધારસ્તંભ બનશે. આ યોજના હેઠળ હાઈવે વિસ્તરણ માટેર ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. સ્કીમમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ ૪ લોજિસ્ટિક પાર્ક બનાવાશે. ૧૦૦ પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાનો અમારો લક્ષ્યાંક છે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું. આ સિવાય પહાડી વિસ્તારોમાં રોપવે પર પણ ફોકસ વધારાશે. રોપવે માટે પણ પીપીપી મોડલ અપનાવાશે. FY૨૩માં ૨૫,૦૦૦ કિલોમીટર હાઈવેનો સરકારનો લક્ષ્યાંક છે.