મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ રજૂ કરતા કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં વધુ સારી ક્ષમતાવાળી 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો લાવવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. અને મેટ્રો સિસ્ટમ વિકસાવવા માટે નવીન પદ્ધતિઓનો અમલ કરવામાં આવશે.
૨૦૨૨-૨૩ નુબજેટ કોરોના મહામારીના યુગમાં રજૂ કરવામાં આવ્યું છે. તેથી તેનું મહત્વ વધે છે .
નાણામંત્રી સીતારમણનું આ ચોથું બજેટ છે. બજેટ કરતી વખતે સીતારમણે કહ્યું કે આટલું જ નહીં, ૮ નવા રોપ-વે બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતો , યુવાનોને બજેટનો લાભ મળશે. આત્મનિર્ભર ભારતમાંથી ૧૬ લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. તેમજ મધ્યમ વર્ગ માટે વધુ સારું વાતાવરણ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટમાં આગામી ૨૫ વર્ષનો પાયો નાખવામાં આવ્યો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં એમ પણ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ૬૦ લાખ નવી નોકરીઓ અને ૩૦ લાખ કરોડ રૂપિયા સાથે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.