વાહન ચાલકોની સગવડતા માટે નંબરોની ફાળવણી ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે.

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહન ચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકોએ આગામી તા. ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/parivahan/ પર આગામી તા. 09 ફેબ્રુઆરી 2022 થી 11 ફેબ્રુઆરી 2022 સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે.

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ યોજાશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ

વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે.

અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે.

નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે.

સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે અરજદારના ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *