વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારતનાં પ્રવાસે છે જેમાં તેઓ ૩-૩ મેચની વન ડે અને ટી૨૦ સિરીઝ રમશે.
૬ ફેબ્રુઆરીથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ વનડેમાં જ ભારતીય ટીમ એક રેકોર્ડ પોતાના નામે કરશે. ૬ ફેબ્રુઆરી રમાનારી મેચ ભારતીય ટીમની ૧૦૦૦મી વન ડે મેચ હશે.
ક્રિકેટ જગતમાં આ આંકડા સુધી પહોંચનારી ભારતીય ટીમ પ્રથમ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે.
૧૩ જુલાઈ ૧૯૭૪ના રોજ ભારતીય ટીમે લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વન ડે મેચ રમી હતી. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા ૯૯૯ વન ડે મેચ રમી ચુકી છે.
ક્રિકેટમાં સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ માત્ર ટીમ ઈન્ડિયાના નામે જ નોંધાયેલો છે. હવે તે ૧૦૦૦ વન ડે મેચ રમનારી પ્રથમ ટીમ બનવાનો રેકોર્ડ પણ નોંધાવવા જઈ રહી છે.