પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-2022 ધો-1 થી 8 માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ ધો-૧ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકાર દ્વારા મંજુર થયેલ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ ઓન-લાઈન મંગાવવામાં આવેલ છે.

ઉમેદવારોના મેન્યુઅલ અરજીપત્રો બોટાદ જિલ્લા કક્ષાએ બોટાદ ખાતે જિલ્લા સ્વીકાર કે‍ન્દ્ર (રિસીવિંગ સે‍ન્ટર)જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, એ-વિંગ બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. સ્વીકાર કે‍ન્દ્ર ઉપર મેન્યુઅલ અરજી ફોર્મ રીસીવ કરવા માટેનો સમય ઘટની જગ્યાઓ માટે તા.૦૫/૦૨/૨૦૨૨ થી તા.૧૪/૦૨/૨૦૨૨ અને સામાન્ય જગ્યાઓ માટે તા.૦૭/૦૨/૨૦૨૨ થી તા.૧૬/૦૨/૨૦૨૨ સુધી (રવિવાર અને જાહેર રજા સિવાય) દિવસો દરમિયાન ૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાકનો રહેશે તેમજ વધુ માહિતી માટે રીસીવીંગ સેન્ટર ફોન નંબર ૦૨૮૪૯-૨૭૧૩૮૭ નો ઉપયોગ કરવા વધુમાં જણાવવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *