ભારતીય અંડર ૧૯ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી

ભારતીય અંડર ૧૯ ક્રિકેટ ટીમ વેસ્ટ ઇંડિઝમાં રમાઇ રહેલ અંડર ૧૯ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે ૯૬ રનથી શાનદાર જીત નોંધાવી છે.

ભારત એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૨૯૦ રન કર્યા હતા.

ભારત તરફથી કેપ્ટન યશ ધૂલે શાનદાર ૧૧૦ રન કર્યા હતા. તો વાઇસ કેપ્ટન શેખ રસીદે ૯૪ રનની ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ ૪૧.૫ ઓવરમાં ૧૯૪ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફ્થી લોસલન શો એ ૫૧ રન કર્યા હતા. ભારતીય કેપ્ટન યશ ધૂલને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

વિશ્વ કપના ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો ૫ ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *